અમારી શાળામાં કચરાના યોગ્ય નિકાલ માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. જેમાં શાળાનો જૈવિક કચરો એકઠો કરી તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.તે ખાતરનો શાળાના કિચનગાર્ડન અને ઔષધબાગમાં યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.જેના કારણે શાળામાં સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને બાળકો પણ કમ્પોસ્ટ ખાતરના ઉપયોગ થી પ્રત્યક્ષ રીતે માહિતગાર બને છે.