Sunday, 1 November 2020

હોમ લર્નિંગ અંતર્ગત વાલી સંપર્ક

કોવિડ-19 ના કારણે બાળકોને શાળાએ બોલાવવાના નથી. આથી બાળકોના શિક્ષણ ઉપર અસર ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા હોમ લર્નિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જુદા જુદા માધ્યમથી બાળકોને ભણાવવામાં આવે છે. આ બાળકોનો અભ્યાસ કેવો છે, એમને એકમ કસોટી માં કેવું લખ્યું છે, એમનું સ્વાધ્યાય કાર્ય કેવું છે, વગેરેની ચકાસણી અર્થે અમારી શાળા રાજપુર પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ ના શિક્ષક મિત્રો પોતાના વર્ગના બાળકો નો સંપર્ક કરી અને માર્ગદર્શન પૂરું પાડે છે.