પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર શાળામાં શિક્ષકો દ્વારા વેક્સિનેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણી અંતર્ગત શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને વેક્સિન લેવા માટે શાળાના શિક્ષકો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને કોરોના વેક્સિન અવશ્ય લેવી જોઈએ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હત્રુ અને વધુમાં વધુ લોકો આ આ કાર્યક્રમમાં જોડાય એવો મેસેજ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના તમામ ભાઈ બહેનો જોડાયા હતા.
Tuesday, 28 September 2021
માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 71 મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળામાં બાળકો દ્વારા મોદીજીના જન્મદિવસ નિમિત્તે "મારા પ્રિય વડાપ્રધાન :શ્રી નરેન્દ્ર મોદી" આ વિષય પર નિબંધલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૫ બાળકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતા બનેલા પ્રથમ ત્રણ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમ.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમ.
પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર ખાતે "જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોકાર્પણ"કાર્યક્રમનું આયોજન કરાયું.જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબ,એસ.એમ.સી. અધ્યક્ષશ્રી કમલેશભાઈ ભાઈ પૂરબિયા અને શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ઇન્દુભારતી સાહેબ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોરણ-7 થી 8 ના વર્ગમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટર,લેપટોપ અને સ્માર્ટબોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જગુભાઈ અને પ્રવિણભાઈ દ્વારા ઉપસ્થિત મહેમાનોને સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહચુડાસમા દ્વારા કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આઝાદી પર્વની ઉજવણી-પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર
આઝાદી પર્વની ઉજવણી-પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર
પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર મુકામે 75મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ઇન્દુભારથી સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને આ આઝાદીના પર્વ નિમિત્તે મનનીય પ્રવચન આપવામાં આવી હતી.ધ્વજવંદન વિધિ શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી અને સૌ શિક્ષકમિત્રોએ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને આઝાદી પર્વની ઉજવણી કરી હતી.
Monday, 27 September 2021
વૃક્ષારોપણ પ્રવૃત્તિ-
વૃક્ષારોપણ પ્રવૃત્તિ-
પ્રાથમિક કન્યા શાળા નંબર-04,રાજપુર,સિદ્ધપુર મુકામે 72 માં વનમહોત્સવ અંતર્ગત "વૃક્ષારોપણ"દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના પ્રાંગણમાં નવીન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ઔષધિઓયુક્ત છોડો,સરગવાઓ,લીમડાઓ અને અન્ય વન્યવૃક્ષો વાવવામાં આવ્યા હતા.
તારીખ ૦૧/૦૯/૨૦૨૧ થી ૧૫/૦૯/૨૦૨૧ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
તારીખ ૦૧/૦૯/૨૦૨૧ થી ૧૫/૦૯/૨૦૨૧ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી. જે અનુસાર જુદા જુદા દિવસે જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમાં શાળા સંકુલની સફાઈ,હેન્ડ વોશ ડે,કોરોના જાગૃતિ અંગેની જાણકારી આપવામાં આવી,સ્વચ્છતા પ્રદર્શન દિવસ,નિબંધ આયોજન દિવસ,ચિત્ર સ્પર્ધા,ઇનામ વિતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Friday, 16 July 2021
પ્રાથમિક કન્યા શાળા નંબર 04 દ્વારા આયોજિત હોમ લર્નિંગની કામગીરી કરતાં શિક્ષક મિત્રો
Friday, 12 February 2021
Wednesday, 10 February 2021
કોવીડ-૧૯ સામે રક્ષણ મેળવવા રસીનો પ્રથમ ડોઝ લેતા અમારી શાળા નાં શિક્ષકો ...
કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકારશ્રી ધ્વારા રસીકરણ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં દરેક શિક્ષકે પણ રસી લેવાનું થતું હતું . તેથી અમારી શાળાના શિક્ષકો એ તા- ૯/૨/૨૦૨૧ અને ૧૦/૨/૨૦૨૧ નાં રોજ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.