Thursday, 4 July 2019
Friday, 26 April 2019
આજ રોજ તારીખ ૦૨/૦૪/૨૦૧૯ ના દીવસે માનનીય શ્રી શાસનાધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને રાજપુર કુમાર શાળા નંબર 7 માં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં છ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું .1 થી 5 રાઉન્ડ માં દરેક રાઉન્ડ માં ૧૦ પ્રશ્નો અને છટ્ઠા રાઉન્ડ માં ૧૫ પ્રશ્નો..આમ કુલ ૬૫ પ્રશ્નો નું આયોજન કરવામાં આવ્યું...જેમાં 10 શાળાઓ ના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો . જેમાં રાજપુર કન્યાશાળા નંબર 4 દ્વિતીય ક્રમે વિજેતા બની .... માનનીય અધ્યક્ષ મહોદય શ્રી હિતેશભાઈ પટેલ નાં વરદ હસ્તે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું...
છ રાઉન્ડ ... |
ભાગ લીધેલ ટીમ ના નામ ... |
Friday, 15 February 2019
માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ
આજ તારીખ-૧૪/૦૨/૨૦૧૯ ના રોજ પ્રાથમિક કન્યાશાળા નંબર-4 માં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ધોરણ 1 થી 8 ની બાળાઓ અને એમના માતા-પિતાશ્રીઓએ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું.શાળાના તમામ શિક્ષકમિત્રો સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.માતૃ-પિતૃ વંદન કાર્યક્રમમાં માતા-પિતાનું તિલક-ચોખા,કંકુ,માતા-પિતાને પ્રણામ,આશીર્વાદગ્રહણ તેમજ સ્તુતિ દ્વારા બાળાઓ જોડે માતા પિતાની વંદના કરાવાઈ હતી...
Thursday, 3 January 2019
સ્ત્રી શક્તિ ....
અમારી શાળા માં મેદાનમાં કિનારીઓ પર બિનજરૂરી ઉગેલા નિંદામણ અને ઓર્ગેનિક કચરાના નિકાલ ની જગ્યા એ કચરા પર માટી નું સ્તર બનાવી ને એ કચરા નો ખાતર તરીકે ઉપયોગ લેવાની ...તથા એના ધ્વારા છોડ ને પુરતું પોષણ મળે તેવો પ્રયત્ન કરતા ઉત્સાહી શિક્ષક બહેનો....
શાળાનાં વર્ગખંડ ની પાછળ નો વિસ્તાર.....
બાળકો ના ક્રીડાંગણ માં માટી નું સ્તર...
સવિતાબેન પટેલ ....
Subscribe to:
Posts (Atom)