Sunday, 1 November 2020
હોમ લર્નિંગ અંતર્ગત વાલી સંપર્ક
કોવિડ-19 ના કારણે બાળકોને શાળાએ બોલાવવાના નથી. આથી બાળકોના શિક્ષણ ઉપર અસર ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા હોમ લર્નિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જુદા જુદા માધ્યમથી બાળકોને ભણાવવામાં આવે છે. આ બાળકોનો અભ્યાસ કેવો છે, એમને એકમ કસોટી માં કેવું લખ્યું છે, એમનું સ્વાધ્યાય કાર્ય કેવું છે, વગેરેની ચકાસણી અર્થે અમારી શાળા રાજપુર પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ ના શિક્ષક મિત્રો પોતાના વર્ગના બાળકો નો સંપર્ક કરી અને માર્ગદર્શન પૂરું પાડે છે.
Thursday, 16 July 2020
કચરાનો નિકાલ પ્રોજેક્ટ...
અમારી શાળામાં કચરાના યોગ્ય નિકાલ માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. જેમાં શાળાનો જૈવિક કચરો એકઠો કરી તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.તે ખાતરનો શાળાના કિચનગાર્ડન અને ઔષધબાગમાં યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.જેના કારણે શાળામાં સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને બાળકો પણ કમ્પોસ્ટ ખાતરના ઉપયોગ થી પ્રત્યક્ષ રીતે માહિતગાર બને છે.
Thursday, 13 February 2020
શૈક્ષણિકપ્રવાસ ...
અમારી શાળામાં તારીખ ૨૫/૦૧/૨૦૨૦ ના રોજ શૈક્ષણિકપ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું... મહુડી, અમરનાથ , મીનીપાવાગઢ , અક્ષરધામ જેવા સ્થળોની બાળકોએ મુલાકાત લીધી હતી ..આ દરમિયાન બાળકોએ મહુડીમાં સુખડીનો પ્રસાદ પણ લીધો હતો . અક્ષરધામની મુલાકાતમાં સૌથી વધુ સમય લેવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ શિક્ષકો અને ત્યાંના ગાઈડ દ્વારા વધુ જાણકારી મેળવી હતી
.
અમરનાથ |
મીનીપાવાગઢ |
મહુડી |
અમરનાથ |
મહુડી |
ગણિત વિજ્ઞાન પ્રદર્શન ...
અમારી શાળામાં તારીખ ૨૪/0૧/૨૦૨૦ ના શુક્રવારના રોજ ગણિત વિજ્ઞાન શિક્ષકો સ્વામી ભૂમિબેન અને ચૌધરી પ્રવીણભાઈ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું . આ દિવસે શાળાની બાળાઓ અને બાજુની શાળા કુમાર શાળા નંબર-૭ ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. .. ભાગ લીધેલા બાળકોએ ઉત્સાહપૂર્વક અન્ય બાળકોને સમજણ આપી હતી ...
વિજ્ઞાનમેળા ની કૃતિ |
આચાર્યશ્રીની મુલાકાત |
રજૂઆત કરનાર બાળકો |
પ્રજાસત્તાકદિનની ઉજવણી ..
આમારી શાળા માં તારીખ ૨૬/0૧/૨૦૨૦ ના રોજ પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી.... આ દિવસે ગામની વધુ ભણેલી દીકરી પટેલ કૃપાલી રમેશકુમાર ના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો..બાળકોએ ઉત્સાહપૂર્વક સંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો હતો ..
કેસરી ગીત પર નૃત્ય કરતી બાળાઓ |
દેશ રંગીલા.. |
આચાર્યશ્રીનું પ્રવચન |
પટેલ કૃપાલીબેન સાથે સ્ટાફ |
Monday, 10 February 2020
ગાંધી નિર્વાણ દિન ..
૩૦ જાન્યુઆરી એટલે આપણા સૌના પ્રિય ગાંધી બાપુનો નિર્વાણ દિન ... આજ દિવસે બાપુ એ પોતાના જીવન ના અંતિમ શ્વાસ લીધા હતા...આ દિવસે દેશમાં વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે જેમાં વિવિધ શાળાઓ વિવિધ પ્રવૃત્તિઓ કરાવતી હોય છે ..તે પ્રમાણે અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.. આચાર્યશ્રી દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..
નિબંધ લખી રહેલા બાળકો .. |
Thursday, 6 February 2020
Wednesday, 5 February 2020
અમારી શાળામાં નવરાત્રી ની ઉજવણી ..
નવરાત્રી એટલે માં જગત જનની ના દિવસો ... આ દિવસો માં અમારી શાળામાં શનિવારના દિવસની પસંદગી કરીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવી .. બાળકો જુદા જુદા પ્રકારના પોષાક માં સજ્જ થઇ ને આવ્યા હતા .. બાળકો ખુબ ઉત્સાહિત જણાતા હતા ... બાળકો અને શિક્ષકો એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો ...
ઉત્સાહિત બાળકો |
ગરબે ગુમતા શિક્ષકો |
બાળકોથી મેદાન ભરપુર |
Subscribe to:
Posts (Atom)